સમગ્ર વિશ્વ આજે
મંદીના વમળમાં સપડાયેલું છે.વૈશ્વિક વિકાસ દર ઘટીને ૩.૧ ટકા પર પહોંચી ગયો છે
ત્યારે આવા મંદીનાં માહોલ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે ૭.૪ ટકાનો વિકાસ દર જાળવી
રાખ્યો છે. જે ખુબજ સરાહનીય બાબત ગણાય.વૈશ્વિક અનિશ્ચિતતા નાં માહોલમાં મોદી
સરકારનાં બજેટમાં અર્થતંત્રને વૃદ્ધિ મળે અને ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ વચ્ચે
સંતુલન જળવાય તે માટેનાં આવકાર્ય સુધારાઓ જાહેર થયાં છે.
શેર બજારની વાત કરીએ તો
પ્રારંભિક તબક્કે શેર બજાર ગગડ્યું હતું.પરંતુ રાજકોષીય ખાધનાં લક્ષ્યાંકને વળગી
રહેવાની જાહેરાત,પશ્ચાદવર્તી ટેક્સ બંધ કરવાનાં પગલાં તેમજ સર્વિસ ટેક્સ અને
કેપિટલ ગેઇન ટેક્સ સાથે કોઈ છેડછાડ નહિ કરાતા શેર બજારમાં રીકવરી આવી હતી.આગામી દિવસોમાં
શેર બજારમાં તેજીનો સંચાર જોવા મળશે.
૨૦૧૬-૧૭ નાં આ
બજેટમાં શહેરોનાં વિકાસની સાથે સાથે ગામડાંઓનો પણ વિકાસ થાય તે માટે ગ્રામીણ
ભારતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.સતત બે નબળાં ચોમાસાને કારણે મંદ પડેલાં
ગ્રામીણ અર્થતંત્રને પુન:સજીવન કરવાનો ઉતમ પ્રયાસ આ બજેટમાં જોવા મળે છે.સાથે સાથે
સામાજીક ક્ષેત્ર,રીયલ એસ્ટેટ,ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,લઘુ ઉદ્યોગો નો
વિકાસ,યુવા વિકાસ,જાહેર આરોગ્ય જેવી બાબતો પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો
છે.આમ,નાણામંત્રીએ ભારતીય અર્થતંત્ર આગામી દિવસોમાં મોટી હરણ ફાળ ભરે તે માટેનો
તખ્તો આ બજેટમાં તૈયાર કર્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો