નોટબંધી – દેશહિતનો ઉતમ નિર્ણય
1.
નોટબંધી એ કાળાનાંણા અને ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ
છે.
2.
ભાજપા ૮
નવેમ્બરને ‘એન્ટી બ્લેક્મની દિવસ ‘તરીકે મનાવશે જયારે કોંગ્રેસ આ દિવસને ‘બ્લેક ડે’ તરીકે
મનાવવાની જાહેરાત કરી છે.ભાજપા અને કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે.કાળાનાંણા અને
ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોંગ્રેસ સિવાય આખો દેશ ભાજપા સાથે છે.
3.
સંસદના
સેન્ટ્રલ હોલમાં ભાજપા સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતા પ્રધાનમંત્રીશ્રી
નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી એ કાળાનાંણા સામેની અમારી
સતત લડાઈનો અંત નહિ પણ શરૂઆત છે.આ નિર્ણય દેશહિત માટે લેવાયો છે.
4.
કાળાનાંણાના
જોરે ચાલતી આતંકવાદી પ્રવૃતીઓ,ડ્રગ્સ અને નકલી નાંણાના કારોબાર તેમજ બેનામી મિલકતો
,સોનું,ચાંદી,જર-ઝવેરાત અને જમીનમાં થતાં રોકડાના વ્યવહારો સાથે જ ‘કાળાનાંણાનાં સમાંતર અર્થતંત્ર’ ને નેસ્તનાબુદ કરવા માટે ભાજપા સરકાર કટિબદ્ધ છે.
5.
રીયલ
એસ્ટેટ ક્ષેત્ર કે જે ભારતના જીડીપીમાં ૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.આ ક્ષેત્રે
રોકડના વ્યવહારો બંધ થતાં કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તેમજ બેંકીગ સીસ્ટમમાં
કરોડોની રોકડ ઠલવાતા બેંક લોન પણ સસ્તી થઇ છે.તેથી દેશના નીચલા મધ્યમ વર્ગ અને
મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું સાકાર થશે.
6.
જન જનકી
બાત – મોદી એપના સર્વે મુજબ
·
૯૮ ટકા
લોકો માને છે કે દેશમાં બ્લેકમની છે.
·
૯૯ ટકા
લોકો માને છે કે ભ્રષ્ટાચાર અને કાળાનાંણાને નાબુદ કરવા જરૂરી
·
૯૨ ટકા
લોકોએ કહ્યું કે કાળાનાંણા,ભ્રષ્ટાચાર અને આતંકી પ્રવૃતીઓને ડામવા માટે નોટબંધી
શ્રેષ્ઠ પગલું છે.
7.
બેંકિંગ
સીસ્ટમમાં કરોડોની રોકડ આવતા બેન્કોની લોન આપવાની ક્ષમતા વધશે.
8.
ડીજીટલ
ઇકોનોમીને વેગ મળતા લઘુતમ વેતન સુનિશ્ચિત કરી શકાશે.
9.
દેશમાં સફેદ
વ્યવહારોનો નવો યુગ શરુ થશે.સમગ્ર ભારતમાં મૂડીરોકાણ વધશે,અર્થતંત્ર વધુ મજબુત
બનશે.
10.
૭મી
નવેમ્બર સુધી વિપક્ષ પૂછતો હતો કે મોદીજી તમે કાળાનાંણા નાબુદી માટે શું પગલા લીધા
? હવે આજે તેઓ પૂછે છે કે તમે કાળાનાંણા નાબુદી માટે શા માટે પગલા લીધા ?કારણ કે
તેમને તેમના બંગલાઓમાં છુપાવેલા બ્લેક્મની ની ચિંતા સતાવી રહી હતી.
11.
મોદી
સરકારે કાર્યભાર સંભાળ્યા બાદ કાળાનાંણા અને ભ્રષ્ટાચાર નાબુદી માટે અનેક પગલાઓ
લીધા છે.જેમકે,
·
કાળાધનની
તપાસ માટે સુપ્રીમકોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં SIT ની રચના
કરી.
·
વિદેશમાં
જમા કાળાધનની તપાસ માટે ૨૦૧૫માં કડક કાયદો બનાવ્યો.
·
કાળાધનને
વિદેશમાંથી પરત લાવવા માટે જુદા જુદા દેશો સાથે ટેક્સ સમજુતીમાં ફેરફારો કર્યા
તેમજ નવી સમજૂતીઓ કરી.
·
અમેરિકા
સહીત વિભિન્ન દેશો સાથે સલાહ સૂચનનું આદાન પ્રદાન તથા ઇન્ફોર્મેશન એક્સચેન્જનું
આયોજન કર્યું.
·
ભ્રષ્ટાચારીઓની
બેનામી સંપતિ પર રોક લગાવવા ઓગષ્ટ ૨૦૧૬માં એક સખત કાયદો ઘડ્યો.આ કાયદા હેઠળ મોટા
ટેક્સ ચોરોને જેલ હવાલે કર્યા.
·
જાહેર
નહિ કરાયેલી આવકને દંડની રકમ સાથે જાહેર કરવાની યોજના IDS 2016 થી મોટી માત્રામાં છુપાયેલી સંપતિ જાહેર થઇ.
12.
વર્ષ
૨૦૧૬-૧૬માં દેશની ૧૨૫ કરોડથી પણ વધારે જનસંખ્યામાંથી ફક્ત ૩.૭ કરોડ લોકોએ જ
ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કર્યા.તેમાંના ૯૯ લોકોએ પોતાની આવક ૨.૫ લાખ રૂપિયાથી ઓછી
હોવાનો દાવો કર્યો અને એક પણ રૂપિયો ટેક્સ ન ભર્યો.૧.૯૫ કરોડ કરદાતાઓએ ૫ લાખ
રૂપિયાથી ઓછી આવક બતાવી.બાવન લાખ લોકોએ પોતાની આવક ૫ થી ૧૦ લાખ રૂપિયાની વચ્ચે
બતાવી અને ફક્ત ૨૪ લાખ કરદાતા જ એવા હતા જેમણે પોતાની આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ
બતાવી.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને ટેક્સ
બાબતે મોટી સંખ્યામાં લોકો ટેક્સ ના કાયદાનું પાલન કરતા નથી.તેના લીધે ગરીબી
નિવારણ,રાષ્ટ્રીય સુરક્ષા અને દેશના આર્થિક વિકાસ માટે જરૂરી ખર્ચમાં સમાધાન કરવું
પડે છે.
13.
દશકાઓથી
ભારતમાં મોટાભાગની લેવડ-દેવડ રોકડાથી તથા થોડી ચેકથી થતી આવી છે.પાક્કું બીલ અને
કાચું બીલ વેપારની ભાષાનો હિસ્સો બની ગયો હતો.ટેક્સચોરીને અનૈતિક નહિ માનીને
વ્યવહારોનો એક ભાગ માની લેવામાં આવ્યો હતો.દેશની સરકારોએ પણ આ વાતને સામાન્ય માની
ને ચાલવા દીધું.પરંતુ હકીકતમાં દેશના તમામ લોકોને અપ્રત્યક્ષ રીતે બહુ મોટું
નુકશાન થઇ રહ્યું હતું.દેશનો ગરીબ વધારે ગરીબ અને અમીર વધુ અમીર બની રહ્યો
હતો.કાળાનાંણાને લીધે મોંઘવારી વધી રહી હતી.આ પરીસ્થિતિને કાબુમાં લાવવા માટે
નોટબંધી એક માત્ર ઉપાય હતો.
14.
નોટબંધીથી
ઈમાનદારોને લાભ અને બેઈમાનોને સજા મળશે.
15.
રીઝર્વ
બેંકના રીપોર્ટ મુજબ ૫૦૦ અને ૧૦૦૦ ની કુલ ૯૯ ટકા નોટો બેંકમાં પરત જમા થઇ છે.તેનો
મતલબ એ નથી કે બેંકમાં જમા થઇ એટલે બ્લેકના વ્હાઈટ થઇ ગયા.ઉલટાનો એક ફાયદો થયો કે
બ્લેકમનીનું પાક્કું સરનામું સરકારને મળી ગયું.એટલેકે જે ખાતાઓનો બ્લેકમની માટે
દુરુપયોગ થયો હશે તે તમામ ખાતાઓની અને ખાતાધારકોની તપાસ ચાલુ છે.શંકાસ્પદ એવા ૧૮
લાખ ખાતા અને ૨.૮૯ લાખ કરોડની કેશ ડીપોઝીટની તપાસ ચાલુ છે.એડવાન્સ ડેટા
એનાલિસિસમાં ૫.૫૬ લાખ નવા શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.૨૯,૨૧૩ કરોડની અઘોષિત આવક
પકડાઈ છે.અને ૧૬,૦૦૦ કરોડનું કાળુંનાણું નોટબંધી બાદ પાછુ ફર્યું નથી.
16.
તાજેતરમાંજ
ભારત સરકારે ૨.૧૦ લાખ બેનામી કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કર્યા છે અને તેનાં તમામ
બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત આવી બેનામી કંપનીઓના ૩ લાખ ડીરેક્ટરો
ને પણ બ્લેકલિસ્ટેડ કરવામાં આવ્યા છે.તેમજ સેબી દ્વારા આવી ૩૩૧ બેનામી કંપનીઓના
શેરબજારના ટ્રેડીંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
17.
નોટબંધીને લીધે ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં બહુ મોટો
વધારો થયો છે.અર્થતંત્રમાંથી ૨૦ ટકા કેશ ઓછી થઇ છે.એટલેકે કેશના વહેવારોમાં ઘટાડો
થયો છે.ગુજરાતમાં પણ ઘણા ગામડાઓ પણ સંપૂર્ણ ડીજીટલ થયા છે.
18.
નોટબંધી
બાદ કરદાતાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૧.૨૬ કરોડ
જેટલા નવા કરદાતાઓએ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઈલ કર્યા છે.૨૦૧૬-૧૭માં કુલ ૫.૪૩ કરોડ
જેટલા રીટર્ન ફાઈલ થયા છે જે ૨૦૧૫-૧૬ ના વર્ષ કરતા ૧૭.૩ ટકાનો વધારો સૂચવે છે.
19.
નોટબંધી
પહેલાં અંદાજે ૩૦૦ કરોડની નકલી કરન્સી બજારમાં હતી.જેનો ઉપયોગ મોટાભાગે આતંકવાદ
અને ડ્રગના કારોબારમાં થતો હતો.નોટબંધીને લીધે નકલી કરન્સી નાબુદ કરવામાં મોટી સફળતા
પ્રાપ્ત થઇ છે.
20.
નોટબંધીના નિર્ણયને દેશની જનતાએ આવકાર્યો
છે.નોટબંધી બાદ તુરંતજ ઉતરપ્રદેશ,ઉતરાખંડ અને ગોવા વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો
ભવ્ય વિજય થયો છે.ઉપરાંત મહારાષ્ટ્ર,ઓડીશા,ચંડીગઢ અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો છે.
21.
ફુગાવો-મોંઘવારી
અટકાવવા,અમીર-ગરીબ વચ્ચેની અસમાનતા ઘટાડવા,દેશ વિરોધી પ્રવૃતીઓ અટકાવવા,ગરીબોના
શશક્તિકરણ તેમજ દેશનાં અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે નોટબંધી અનિવાર્ય હતી.
22.
તાજેતરમાંજ
ગત ૧૫ ઓક્ટોબરે યુકે સરકાર દ્વારા ૧ પાઉન્ડના સિક્કાને બંધ કરી દેવામાં આવ્યો,પરંતુ
ત્યાં કોઈ પ્રકારની નકારાત્મકતા ફેલાઈ નથી.
23.
દેશહિત
માટે આવા નિર્ણયો જરૂરી હોય છે અને આવા આકરા નિર્ણયો તો ૫૬ની છાતી ધરવતા
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ લઇ શકે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો