‘સૌ ભારતવાસીઓ મારા
ભાઈ-બહેન છે’ નાં મંત્ર સાથે કેરળમાં માનવતા મ્હેકી ઉઠી
પુરગ્રસ્ત કેરળમાં હાલ ચાલી રહેલી રાહત કામગીરીએ આજે ફરી મને આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની યાદ તાજી કરાવી છે.નાના હતા ત્યારે શાળામાં દરરોજ આપણે રાષ્ટ્રીયપ્રતિજ્ઞાનું પઠન કરતા.આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની શરૂઆતની બે લીટી – ભારત મારો દેશ છે અને બધાં ભારતીયો મારા ભાઈ-બહેન છે.- જે આજે મને ફરી યાદ આવે છે. ભારત દેશનાં બધા નાગરિકો માટે આ પ્રતિજ્ઞાપત્ર બનાવવામાં આવેલું છે.પ્રતિજ્ઞાપત્રનો મુખ્ય ઉદેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે.
પુરગ્રસ્ત કેરળમાં હાલ ચાલી રહેલી રાહત કામગીરીએ આજે ફરી મને આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની યાદ તાજી કરાવી છે.નાના હતા ત્યારે શાળામાં દરરોજ આપણે રાષ્ટ્રીયપ્રતિજ્ઞાનું પઠન કરતા.આપણી રાષ્ટ્રીયપ્રતિજ્ઞાની શરૂઆતની બે લીટી – ભારત મારો દેશ છે અને બધાં ભારતીયો મારા ભાઈ-બહેન છે.- જે આજે મને ફરી યાદ આવે છે. ભારત દેશનાં બધા નાગરિકો માટે આ પ્રતિજ્ઞાપત્ર બનાવવામાં આવેલું છે.પ્રતિજ્ઞાપત્રનો મુખ્ય ઉદેશ દરેક નાગરિકને તેની નાગરિક તરીકેની ફરજો પ્રત્યે કટિબદ્ધ બનાવવાનો છે.
ભગવાનના પોતાના પ્રદેશ તરીકે ઓળખ ધરાવનાર કેરળ રાજ્ય થોડાં સમયથી અતિવૃષ્ટિ અને પુરની વિકટ પરિસ્થિતિમાં સપડાયું છે.ચારેબાજુ તબાહી,ગામના ગામ પાણીમાં ગરકાવ છે.લોકોને દિવસો સુધી જમવા માટે રોટલો ને સુવા માટે ઓટલો પણ ના મળે તેવી કારમી સ્થિતિમાં લોકો માંડ માંડ કરીને દિવસો પસાર કરી રહ્યા છે.ભારત સરકારે પણ તેને અતિ ગંભીર કુદરતી આફત ગણાવી,મોટી રકમની સહાય જાહેર કરી છે. તમામ પ્રકારની મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.ગુજરાત સહીત અન્ય રાજ્યોએ પણ કેરળને ફરીથી બેઠું કરવા કરોડો રૂપિયાની સહાય જાહેર કરી છે.
કેરળના રાહતકાર્યમાં દેશનું સૈન્ય,એનડીઆરએફની ટીમ સહીત દેશભરમાંથી અનેક સેવાભાવી સંસ્થાઓ તથા ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો લોકોની મદદ કરવા પહોંચી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ આ રાહતકાર્યમાં જોડાયા છે. જો કે આરએસએસના કાર્યકરો માટે આ નવું નથી. ભૂતકાળમાં પણ કાશ્મીરની પુર આફત હોય,મોરબીનું હોનારત હોય કે કચ્છનો ધરતીકંપ હોય આવી અનેક કુદરતી આફતોમાં સંઘના હજારો કાર્યકરો સેવાકાર્યોમાં નિ:સ્વાર્થ ભાવથી સ્વયંભુ જોડાયા છે.પરંતુ અહીં એ યાદ કરવું જરૂરી થઇ પડે કે, આ જ કેરળમાં છેલ્લાં પાંચ દશકાઓમાં દેશહિત માટે કામ કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકર્તાઓની સરજાહેર હત્યાઓ કરવામાં આવી છે.’આહુતિ’ નામના પુસ્તકમાં આ બલીદાનીઓના નામ અને ફોટા સાથેની કરુણાંતિકા વર્ણવામાં આવી છે. જે વાંચીને ગમે તેવા કઠોર મનના માનવીનું હૃદય પણ દ્રવી ઉઠે.આ જ કેરળમાં ખુલ્લેઆમ થતી ગૌમાંસની મિજબાનીઓના દ્રશ્યો પણ આપણે સમાચારપત્રોના માધ્યમથી જોયા છે. તેમ છતાં કોઈપણ જાતના પૂર્વગ્રહ,વેરઝેર કે જ્ઞાતિ-જાતી,ધર્મ-સંપ્રદાયોના ભેદભાવ રાખ્યા વગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકરો પોતાના જીવના જોખમે કેરળના લોકોને બચાવવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.સૌ દેશવાસીઓ મારા ભાઈ-બહેન છે તેવું દ્રઢપણે માની, તેઓ બધું ભૂલીને માનવતાકાજે – દેશકાજે લોકોનાં જીવ બચાવવા નીકળી પડ્યા છે.આ જ એક સાચા ભારતીય અને સાચા દેશપ્રેમીની ઓળખ છે.
સમાચારોના માધ્યમથી એ પણ જાણવા મળ્યું છે કે કેરળમાં મુસ્લીમ યુવકો મંદિરની સફાઈ કરી રહ્યા છે તો હિંદુ યુવકો મસ્જીદ અને ચર્ચની સફાઈ કામગીરી કરી રહ્યા છે.દેશના જવાનો પણ જાનની બાજી લગાવી લોકોનાં જીવ બચાવી રહ્યા છે.આર્મી ના મેજર હેમંત રાજ, જે રજા પર હોવા છતાં લોકોને મદદ કરવા કેરળ પહોંચી ગયા છે.અનેક આઈએએસ ઓફિસર્સ પણ રાહતકાર્યમાં જોડાઈ રાત-દિવસ કામ કરી રહ્યા છે.કેરળનું જ એક મુસ્લીમ ડોક્ટર દંપતી ડો.નસીમા અને તેનાં પતિ ડો.નજીબ પણ છેલ્લાં ઘણાં દિવસોથી રાહત શિબિરમાં કશું ખાધા-પીધા વગર રાત-દિવસ વારાફરતી ફક્ત ૩ કલાકની ઊંઘ કરી જ્ઞાતિ-જાતી-ધર્મ કે સંપ્રદાય ના ભેદભાવ વગર લોકોની સેવા કરી રહ્યા છે.આવાં તો અનેક કિસ્સાઓ કેરળમાં ચાલી રહેલા રાહત કાર્યોમાં જોવા મળે છે.ત્યારે એમ થાય કે આ દેશને કોઈ તોડી નહીં શકે.વિવિધતામાં એકતા ધરાવતા આ દેશના લોકો સદીઓથી ભાઈચારા અને પરસ્પર પ્રેમ અને સોહાર્દની લાગણીથી જીવન જીવી રહ્યા છે.
પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી અમુક રાજકીય પક્ષો અનામતને નામે તો કયાંક ધર્મના અલગ દરજ્જાને નામે દેશનું વાતાવરણ કલુષિત કરી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષોને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને તમારા રાજકીય સ્વાર્થ ખાતર જ્ઞાતિ-જાતી-ધર્મ-સંપ્રદાયો અને પ્રાંતો વચ્ચે વૈમનસ્ય ઉભું કરાવવાના હીન કૃત્યો બંધ કરો.આ દેશની અખંડીતતા જળવાઈ રહે અને આપણે સૌ પરસ્પર પ્રેમભાવથી એકબીજા સાથે હળીમળીને રહીએ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી દેશહિતના કાર્યો કરતા રહીએ અને આશા રાખીએ કે હવે પછીનું નવું કેરળ એક એવું કેરળ બની રહે કે જ્યાં કોઈ કોમી વૈમનસ્ય ના હોય,જ્યાં નિર્દોષોની હત્યા ના થાય,જ્યાં ગૌમાતાનું પૂર્ણ સન્માન થતું હોય અને જ્યાં દેશહિત પ્રથમ હોય. તે જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય – વન્દેમાતરમ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો